Satya Tv News

ગુજરાત માટે એક સારા સામાચાર મળી રહ્યા છે. કાર માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા સુઝુકી મોટર્સ NDDBના 26 ટકા શેર્સ ખરીદશે. જી હા…ગાયના ગોબરમાંથી બાયોગેસ બનાવવા પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર ડેરી પણ ગોબરમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવાના પ્લાન્ટ નાખવા તત્પર છે. આ સાથે જ ગુજરાતના અને દેશના અન્ય વિસ્તારમાંના ગ્રામીણ જગતમાં એનડીડીબીના વર્ચસ્વનો લાભપણ સુઝુકી મોટર્સને મળશે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના બાયોગેસના પ્લાન્ટ નાખવાના સાહસમાં હિસ્સેદારી-ભાગીદાર કરવા સુઝુકી મોટર્સ કોર્પોરેશને ૨૬ ટકા શસ હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે. બનાસકાંઠા ઉપરાંત ધાનેરા, વડગામ અને દિયોદર, ડિશા અને થરાદમાં પણ બાયોગેસના પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રકારના અંદાજે 100 ગોબર ગેસ પ્લાન્ટ ગુજરાતમાં નાખવાનું આયોજન કરવામાં આવેલું છે. સુઝુકી મોટર્સ જુદી જુદી ડેરીઓ સાથેના સહયોગમાં ગુજરાતમાં 100 ગોબર ગેસ પ્લાન્ટ નાખવાનું આયોજન ધરાવે છે. બનાસડેરી પછી પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરી પણ બાયોગેસના પ્લાન્ટ ચાલુ કરવાની દિશામાં આગળ વધવા તત્પર છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પણ ગોબર ગેસમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવામાં રસ પડવા માંડયો છે. દરેક ઘરમાં જતાં પીએનજીનો સપ્લાય પણ આ પ્લાન્ટમાંથી જ આપવાનું આયોજન થઈ રહ્યું છે. વાહનોમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પણ તેમાંથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને કારણે ઓછા પ્રદુષણ સાથે વાહનો દોડતા થશે સુઝુકી મોટર્સે બાયોગેસના ચાર પ્લાન્ટ બનાવવામાં રસ દાખવ્યો છે. પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા વાહનો તૈયાર કરવા માટે સીબીજી અને સીએનજી શ્રેષ્ઠ હોવાનું સુઝુકી મોટર્સનું માનવું છે.

error: