Satya Tv News

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ દોઢ દિવસમાં 3,000 એકર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમનાં ઘર છોડવા પડ્યાં હતાં. રિપોર્ટ મુજબ, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે.

પ્રિયંકાચોપરાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ શેર કરી છે. જેમાં પ્રિયંકાએ લખ્યું, આ આગથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના છે. મને આશા છે કે તમે પણ સુરક્ષિત હશો. ઝડપથી વધી રહેલી આગને કારણે હજારો એકર જમીન અને સેંકડો ઘરોનો નાશ થયો છે. હું તે બધા સૈનિકોને સલામ કરું છું જેઓ રાતભર આગળ આવીને લોકોને મદદ કરી રહ્યા છે. થાક્યા વિના સતત કામ કરવાની તમારી ભાવનાને હું સલામ કરું છું.

error: