Satya Tv News

ગ્લોબલ માર્કેટમાં સોનું $2680 ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીમાં હળવી તેજી છે અને તે $31ની આસપાસ છે. ઘરેલુ બજારમાં સોનું હળવી તેજી સાથે 78,000 ની આસપાસ છે જ્યારે ચાંદીમાં ઘરેલુ બજારમાં 150 રૂપિયાની તેજી છે અને ભાવ 91000 પાર જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં સવારે 10:15 ની આસપાસ સોનું 50 રૂપિયાની તેજી સાથે 77,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું જે કાલે 77,747 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 100 રૂપિયાની તેજી સાથે 91,038 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 90,938 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 215 રૂપિયા ઉછળીને 77,579 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે કાલે 77,364 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની ચમક ઘટેલી જોવા મળી. આજે 75 રૂપિયા તૂટીને 89,428 રૂપિયાની સપાટીએ પહોંચી જે કાલે 89,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ક્લોઝ થઈ હતી.

error: