Satya Tv News

ગુજરાત સરકારની ફી નિયમન સમિતિ એટલે કે (Fee Regulatory Committee) દર વર્ષે અલગ-અલગ શાળાના પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રની 25 શાળાઓએ FRC પાસે ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે. ખાનગી અને સરકારી શાળાઓના ફી વધારા અંગે ફાઇલનાં અભ્યાસ પછી જે તે શાળાની ફી નક્કી થતી હોય છે. તેવામાં શાળાઓએ 10 થી 50 હજાર સુધીના વધારાની માંગ કરી છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિ દ્વારા વર્ષે અલગ-અલગ સ્કૂલના વર્ગ, પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મુજબ 5000થી વધુ ખાનગી શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે. સૌરાષ્ટ્રની 25 જેટલી શાળાએ FRC પાસે ફીમાં તોતિંગ વધારો માગ્યો છે. શાળાઓએ 10 હજારથી લઈને 50 હજાર સુધીનો ફી વધારા માટે ફી નિયમન સિમિતિ પાસે મંજૂરી માગી છે. શાળાની માંગ પરથી એક વાત તો ચોક્કસ નક્કી છે કે આવનારા દિવસોમાં વાલીઓ પર ફી વધારાનો વધુ એક બોજ પડી શકે.

error: