વાગરા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ
વાગરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેરસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક સિલ્વર કલરની ઇક્કો કાર GJ-16-CS-4738 માંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે કારમાંથી કુલ ૩૨૫ લીટર દેશી દારૂ કિંમત રૂ. ૬૫૦૦૦/- અને ઇકો કાર કિંમત રૂ. ૨.૫૦ લાખ મળી કુલ રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.કારમાંથી બે આરોપીઓ ધર્મેશ મનુ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણ વસાવાએ પૂરો પાડ્યો હોવાની માહિતી બહાર આવી હતી.પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા.વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વાગરા પોલીસ ની કાર્યવાહીને પગલે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી,વાગરા.