ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે. ત્યારે આ કમોસમી માવઠાને કારણે ગુજરાતોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાનની શક્યતાઓ છે.
10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.