Satya Tv News

https://www.instagram.com/reel/DEudeu_gNoK/?utm_source=ig_web_copy_link

ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચઢ્યા છે.

વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઇ ગયા છે.

error: