અભિનેત્રી રશ્મિકા મંદાનાએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો હતો કે તેના પગમાં ઈજા થઈ છે તેના પગમાં ફેક્ચર થયુ છે, જે બાદ પછી ચાહકો થોડા દુઃખી થઈ ગયા હતા. ચાહકોને લાગતું હતું કે રશ્મિકા થોડા દિવસ ઘરે આરામ કરશે પરંતુ આ હિંમતવાન અભિનેત્રી તેના તૂટેલા પગ સાથે તેની લોન્ચીંગના કાર્યક્રમમાં પહોચી. રશ્મિકા ઈજાગ્રસ્ત પગ સાથે ‘છાવા’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી, જ્યાં તેના સહ-અભિનેતા વિક્કી કૌશલે તેને મદદ કરી.જે વીડિયો સામે આવ્યો છે તેમાં રશ્મિકા મંદાના લાલ અને ગોલ્ડન રંગના ભારે સૂટમાં જોવા મળી રહી છે. તેને સ્ટેજ સુધી પહોંચવા માટે સખત સંઘર્ષ કરતા જોઈ શકાય છે. તે એક પગે કૂદીને સ્ટેજ પર ચઢી જાય છે. નજીકમાં ઉભેલા લોકો તેને ટેકો આપી રહ્યા છે. સ્ટેજ પર હાજર વિકી કૌશલ તેને સ્ટેજ પર આવવામાં મદદ કરે છે અને પછી તેનો હાથ પકડે છે. સ્ટેજ પર ચઢ્યા પછી પણ અભિનેત્રી કૂદકા મારતી જોવા મળે છે. રશ્મિકાને આવું કરતી જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ દુખી થઈ ગયા છે.
આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈ ભોંસલેની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેમને તેમની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ મુલતવી રાખવું પડ્યું હતું. હાલમાં, તે સ્વસ્થ થઈ રહી છે અને ‘છાવા’ ના પ્રમોશનનો ભાગ છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.