હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હમણા ઝાકળની શક્યતાઓ નથી. ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું, જે અત્યારે નબળું પડી વિખાઈ રહ્યું છે. અત્યાર સુધી તેના કારણે પવનની દિશા બદલાઈ હતી, હવે તેમાં બદલાવ થશે. આજથી પવનની દિશા ઉત્તર તરફની થઈ જશે.તેમણે જણાવ્યું કે, ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે. સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે.સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે. આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. ત્યાં 7થી લઇને 9 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. જોકે, આ રાઉન્ડમાં કોલ્ડવેવ નહીં હોય. 27 જાન્યુઆરી સુધી આવો માહોલ રહેવાનો છે.આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી. ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેશે. ફેબ્રુઆરીમાં સવારે અને સાંજે એટલે કે ગુલાબી ઠંડી રહેશે. શિયાળો હજુ લાંબો ચાલશે.