જેતપુરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. ઘરકંકાસનું વરવુ સ્વરૂપ સામે આવ્યું છે. જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી.જ્યારે પત્ની રાત્રે ઉંઘમાં હતી, તે દરમિયાન પતિએ આવેશમાં આવીને તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા પછી આરોપી પતિ પોલીસ સ્ટેશને પણ હાજર થઈ ગયો હતો.જોકે ઘરકંકાસના કરૂણ અંજામને પગલે બે સંતાનો માં વગરના થયા હતા. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.