તમામ રક્તદાતાઓના માન માં એસોસિએશન વૃક્ષ વાવી તેની માવજત કરશે
રક્તદાન કરેલ યુનિટ નો મહત્તમ ઉપયોગ થેલેસેમિયા ના દર્દીઓ માટે કરાશે
વાગરા ની સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ત્રણસો થી વધુ યુનિટ બોટલ નું રક્તદાઓએ દાન કર્યું હતું.













રોજ-બરોજ થતા અકસ્માત માં અનેક લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે.જ્યારે અન્ય કેટલીક બીમારીઓમાં પણ લોહીની તાતી જરૂરિયાત રહેતી હોય છે.લોહીની જરૂરિયાત ને પહોંચી વળવા સમાજસેવી સંસ્થાઓ,સંગઠનો તેમજ કંપનીઓ દ્વારા રક્તદાન કેમ્પ નું અવાર નવાર આયોજન કરી રક્ત એકત્ર કરાતુ હોય છે.જેને પગલે રાજ્ય અને દેશમાં ઉભી થતી લોહીની કટોકટી ને નિવારી શકાય.આવાજ ઉમદા હેતુ ને ધ્યાને લઇ સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ના સયુંકત ઉપક્રમે સાયખાં ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરાયુ હતુ.રક્તદાન કેમ્પ ને વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ડી. ફુલતરિયાએ રિબન કાપી ખુલ્લો મુક્યો હતો.ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્સાહભેર રક્તદાન કરવા સ્વેચ્છાએ વિવિધ કંપનીના કામદારો ઉમટી પડ્યા હતા.૩૦૨ રક્તદાતાઓએ રક્તનું મહાદાન કરી બીજાને મદદરૂપ થવાની ભાવના ને ઉજાગર કરી હતી.ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રક્તદાતાઓના માનમાં જેટલા લોકોએ રક્તદાન કર્યું હતુ એટલા વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત લેવામાં આવશે ની ખાતરી આપવામાં આવી હતી.ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સભ્યો તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મેડિકલ ટીમ એ ભારે જહેમત ઉઠાવી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.એકત્ર કરવામાં આવેલ રક્ત ને મહત્તમ થેલેસેમિયા ના બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે તેમ રક્તશિબિર ના આયોજકોએ જણાવ્યુ હતુ.
બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના ઉપ પ્રામુખ પ્રશાંત પટેલ,નટુભાઈ પટેલ,મિંકુ ગાંધી, દેવેન્દ્રભાઈ, કુંજભાઈ,પ્રતિકભાઈ,અમિતભાઈ તેમજ ઇન્ડસ્ટ્રીઝ ના સભ્યો ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા.




