બાંદ્રા પશ્ચિમના બેન્ડસ્ટેન્ડમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના નામે નોંધાયેલો આ બંગલો રાજ્ય સરકાર દ્વારા મૂળ માલિકને ભાડે આપેલી જમીન પર બનેલો છે. બાદમાં, સરકારે સોદાને મંજૂરી આપી, ત્યારબાદ માલિકે મિલકત શાહરૂખ ખાનને વેચી દીધી છે.આ પછી, દંપતીએ ‘મન્નત’ જ્યાં સ્થિત છે તે જમીન માટે કરવામાં આવેલી વધારાની ચુકવણી પરત કરવાની માંગ કરી. શાહરૂખ ખાન અને ગૌરી ખાનનું આ ઘર 2,446 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેમજ તે શાહરૂખ અને ગૌરીના નામે નોંધાયેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા અને તેની પત્નીએ રાજ્ય સરકારની નીતિનો લાભ લેવાનું નક્કી કર્યું. જેના હેઠળ તે પાછલા માલિક પાસેથી તે ભાડાપટ્ટે લીધેલી જમીન પર માલિકી હકો મેળવી શકે છે.ગૌરી અને શાહરૂખે માર્ચ 2019 માં રેડી રેકનર કિંમતના 25 ટકા ચૂકવ્યા હતા, જે 27.50 કરોડ રૂપિયા હતા.
શાહરૂખ અને ગૌરીને પાછળથી ખબર પડી કે રાજ્ય સરકાર દ્વારા રૂપાંતર ફીની ગણતરી કરતી વખતે ‘અજાણતા ભૂલ’ થઈ હતી. એવું કહેવાય છે કે રૂપાંતર ફીની ગણતરી કરતી વખતે, જમીનના ટુકડાને બદલે બંગલાની કિંમત ધ્યાનમાં લેવામાં આવી હતી.હવે સપ્ટેમ્બર 2022 માં ખાન પરિવારને આ ‘અજાણતા થયેલી ભૂલ’ ધ્યાનમાં આવી અને ગૌરી ખાને કલેક્ટર MSD ને એક પત્ર આપીને વધારાની ચુકવણી, જે 9 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, પરત કરવાની માંગ કરી છે. સૂત્રોએ ફ્રી પ્રેસ જર્નલને જણાવ્યું હતું કે કલેક્ટરે તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપ્યું છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધારાની ચુકવણી મંજૂર થયા પછી પરત કરવામાં આવશે.