હાઈસ્કૂલમાં એન.આર.આઈ. મરિયમબેન ના હસ્તે ધ્વજવંદન કરાયુ
પ્રાથમિક શાળામાં ડૉ. ફાતેમા ઇકબાલ પટેલ એ ધ્વજ લહેરાવ્યો હતો
આમોદ ના કોલવણા ગામેં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ સાંકૃતિક કાર્યક્રમ રજૂ કરવા સાથે હોનહાર વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
દેશનો મહાપર્વ ગણતંત્ર દિવસ ની દેશ ભક્ત લોકો દ્વારા ઉત્સાહભેર અને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.આમોદ ના કોલવણા ગામે પ્રાથમિક શાળામાં સુશિક્ષિત ડૉ. ફાતેમા ઇકબાલ પટેલએ ધ્વજ લહેરાવ્યો હતો.જ્યારે હાઈસ્કૂલમાં ગામના એનઆરઆઈ હજીયાણી મરીયમબેન ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ એ આન,બાન અને શાન થી તિરંગા ને સલામી આપી હતી.વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન દ્વારા પ્રાથમિક શાળાઓમાં તાલુકા કક્ષાએ લેવામાં આવેલ કેટ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બાળકોને મહાનુભાવો ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક શાળામાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડ્યુ હતુ.આ પ્રસંગે હાઈસ્કૂલમાં બોલતા સીરાજભાઈ પાર્ટી એ વિદ્યાર્થીઓને માત્ર પાસ થવા માટે નહીં પણ સક્સેસફૂલી બનવા માટે સારું એજ્યુકેશન લેવા જણાવ્યુ હતુ.વધુમાં તેમણે કહ્યુ હતુ કે ભણતર એજ જીવન નું ચોતરફૂ ચણતર કરી શકે છે.એટલે સમય વ્યતીત કર્યા વિના ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી સારા નાગરિક બની શકશો.જેથી દેશ ની પ્રગતિ માં યોગદાન આપી શકાય.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી માં માદરે વતન પધારેલા અને હંમેશા શિક્ષણમાં રુચિ રાખી હાઈસ્કૂલ ના નિર્માણ કાર્ય માં સતત ધ્યાન આપનાર બસીરભાઈ માંજરા તેમજ ઇબ્રાહિમભાઈ કમાલ,આસિફભાઈ માંજરા,જુલ્ફીકાર લીંબડીયા,ગુલામભાઈ અકુજી,જાવીદ માંજરા સહિત ગામના અગ્રણીઓ,સંસ્થા ના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.