દુનિયાના લગ્નને લઈને દરેક જગ્યાની પોતાની પરંપરાઓ હોય છે, જે તે જગ્યાની સંસ્કૃતિને પણ દર્શાવે છે. જોકે, કેટલીક પરંપરાઓ એવી છે જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. ઉત્તર આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલા દેશની છે જ્યારે છોકરીઓને લગ્ન માટે વજન વધારવું પડે છે, એટલે કે અહીં જે છોકરીનું વજન વધારે હોય તે છોકરીને જ છોકરો પસંદ કરે છે પણ જો તે દુબળી-પાતળી હોય તો તે રિજેક્ટ થઈ જાય છે,અહીં છોકરીઓને છોકરાઓ કરતાં વધુ ખોરાક આપવામાં આવે છે. જો કોઈ છોકરી લગ્નની ઉંમર સુધી વજન ન વધારી શકે, તો તેના માટે વર શોધવો મુશ્કેલ બની જાય છે.
તેના પાછળનું ચાલો કારણ સમજો આ દેશનું નામ મૌરિટાનિયા છે, મીડિયા રિપોર્ટ મુજબ અહીં સ્થૂળતાને સમૃદ્ધિ અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે તેમજ જાડી છોકરીઓ આકર્ષક લાગે છે. જ્યારે જો છોકરી પાતળી હોય તો તેને ગરીબ અને કમનસીબ માનવામાં આવે છે.મૌરિટાનિયાની આ પરંપરાને “લૈબલોઉ” કહેવામાં આવે છે. આથી વધારે વજન ધરાવતી છોકરીઓને સામાન્ય રીતે સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે.આ સિવાય જાડી છોકરીઓ સાથે લગ્ન કરવાનો રિવાજ ઘણીવાર પરિવારો માટે સન્માન અને ગર્વનો વિષય હોય છે. એવું માનવામાં આવે છે કે જાડી છોકરીઓ સ્વસ્થ અને મજબૂત હોય છે અને તે પરિવાર માટે ગર્વની વાત છે.
અહીં છોકરીઓને જાડી બનાવવા માટે, તેમને દરરોજ ચોખા, ઓલિવ તેલ, ખજૂર, બકરી અથવા ઊંટનું દૂધ જેવી વસ્તુઓ સતત આપવામાં આવે છે. ખાધા પછી, છોકરીઓએ આરામ કરવો પડે છે અને પછી તેમને ફરીથી ખોરાક આપવામાં આવે છે. આ દરમિયાન તેઓને એક ફૈટનિંગ ફાર્મંમાં રાખવામાં આવે છે