
વેલેન્ટાઇન ડે પહેલા જ આમિરના જીવનમાં વધુ એક નવો પ્રેમ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમિરના જીવનમાં એક મહિલા છે જેની સાથે તે રિલેશનશિપમાં છે.આમિરની આ લેડી લવ બેંગ્લોરની છે અને હાલમાં જ આમિરે તે મહિલાનો પરિચય તેના આખા પરિવાર સાથે કરાવ્યો. પરિવાર અને લવ લેડી બંને વચ્ચે થઈ આ મીટિંગ આમિર ખાન માટે રસ ભરી રહી. જણાવી દઈએ કે, આમિરે આ લેડી લવની કોઈ જ માહિતી હજુ બહાર જાહેર કરી નથી. આમિરે આ બાબતને હજુ પ્રાઇવસીમાં રાખી છે.બીજું કે, આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણે જણાવ્યું હતું કે, અમે બંનેએ મેચ્યોર સાથે છૂટાછેડા લીધા હતા, એકબીજા સાથે ચર્ચા કર્યા પછી જ આ નિર્ણય લીધો અને આજે બંને સારા મિત્રો પણ છીએ.
આમિર તાજેતરમાં તેના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ લવયાપાના ટ્રેલર રિલીઝ દરમિયાન જોવા મળ્યો હતો. તે પોતાના દીકરાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં જુનૈદ સાથે ખુશી કપૂર પણ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિરે પોતાને રોમેન્ટિક પણ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, ‘હું ખૂબ જ રોમેન્ટિક માણસ છું.’ તમે મારી બંને ભૂતપૂર્વ પત્નીઓને પૂછી શકો છો. હું રોમેન્ટિક ફિલ્મો એટલા માટે કરું છું કેમ કે હું રોમેન્ટિક ફિલ્મોમાં ખોવાઈ જાઉં છું. હું સાચા પ્રેમમાં વિશ્વાસ રાખું છું. જેમ જેમ હું જીવનમાં આગળ વધી રહ્યો છું, તેમ તેમ પ્રેમ વિશેની મારી સમજ વધી રહી છે.