વાલિયા પોલીસે સોશ્યલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જુના વિડીયો વાયરલના ગુનામાં મહિલા સહીત પીઠોર ગામના બુટલેગર મેથ્યુસ વસાવાને ઝડપી પાડ્યો હતો
સોશ્યલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જુના વિડીયો વાયરલ અંગે વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી તોમરના માર્ગ દર્શન હેઠળ પ્રોબેશન પી.એસ.આઈ કે.બી.ડોડીયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સોશ્યલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જુના વિડીયો વાયરલમાં પીઠોર ગામનો મેથ્યુસ શાંતિલાલ વસાવા અને તેની પત્ની સાથે ઇક્કો કારમાં વાલિયા તાલુકાના બાંડાબેડા ગામ નિશાન ફળિયામાં રહેતો શૈલેશ રૂપસિંગ વસાવાના ઘરે આપી ગયા છે.અને શૈલેશ વસાવાએ પોતાના ઘરના પાછળ વાડામાં મુકેલ ઇંટોના ઢગલામાં પેટીઓ સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર શૈલેશ વસાવા તેમજ પીઠોર ગામના બુટલેગર મેથ્યુસ વસાવા સહીત ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
વીડિયો જર્નાલીસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા