ડેડીયાપાડા ના કંકાલા ગામે બે બેન્ડ ડીજે વચ્ચે મોટા અવાજની હરિફાઈ જામતાં 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ડેડીયાપાડા કંકાલા ગામે એક લગ્ન પ્રસંગમાં બે ડીજે બેન્ડ સામે સામે આવી કોનો આવાજ મોટો છે તેની હરીફાઈમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંકાલા ગામે લગ્ન પ્રસંગમાં જાન ભેગી થતા વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા ડીજે બેન્ડ ના સંચાલકો હરીફાઈમાં ઉતરતાં અફરાતફરી મચી હતી. એસ કે સ્ટાર નવાગામ તેમજ સુપર કિંગ અલમાવાડીના ડીજે બેન્ડના સંચાલકો અટક્યા વગર ખૂબ મોટા અવાજે 1 કલાક સુધી સતત ધ્વનિ પ્રદુષણ કરી લોકોને પણ પરેશાન કરી મૂક્યા હતા. એટલે નાં અટક્યા હોય એમ બંને ડીજે બેન્ડનાં વાહનો એક બીજાને રિવર્સ માં અડી જાય ત્યાં સુધી આવી ગયા હતા. આ ઉપરાંત બંને ડીજે બેન્ડનાં વાહનો ઉપર કેપેસિટી કરતા વધારે યુવાનો સવાર થયા હતા. તેમજ એક બીજાને ચેલેન્જ કરતાં હોય તેમ ચેનચાળા કરતા અને સ્પીકર ઉપર એક બીજાને અપશબ્દો પણ બોલ્યા હતા. ત્યારે ખૂબ મોટા આવજે કોઈ પણ રોક ટોક વગર ચાલતાં તેમજ અન્ય નાગરિકોના જીવને જોખમમાં મૂકતા આવા ડીજે બેન્ડનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના માટે યોગ્ય અવાજ માં બેન્ડ ડીજે વાગે તેવા નિયમો નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વીડિયો જર્નાલીસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ડેડિયાપાડા