Satya Tv News

જંબુસર નગરના ઇલોરાપાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર ત્રણમાં એક યુવકે અગમ્ય કારણોસર હુક ઉપર દોરીથી લટકી જઈ ગળેફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું

જંબુસર નગરના ઇલોરાપાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર ત્રણમાં રહેતા પ્રવીણભાઈ રામાભાઇ માછીએ અગમ્ય કારણોસર હુક ઉપર દોરીથી લટકી જઈ ગળેફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સદર બનાવો અંગે પીતા રામાભાઇ માંછી રાત્રિના આશરે 8 ના અરસામાં ઘરે આવતા પુત્ર એ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા બે બાંકડા બની બૂમાબૂમ કરી હતી. અને આજુબાજુના રહીશો આવી પહોંચ્યા હતા. બનાવ બાબતે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને મરણ જનાર પ્રવીણભાઈ માછીની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

વીડિયો જર્નાલીસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: