અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ના 12 ગામ માં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ને બંધ કરવા હુકમ કર્યો હતો. મજૂરી વગર ધમધમતા આ હાટ બજાર ને લઇ અનેક રજુઆત મળી હતી.જેને લઇ ત્વરિત અસર થી આ હાટ બજાર બંધ કરવા માટે અંકલેશ્વર મામલતદાર દ્વારા સંબંધિત પોલીસ મથક અને જે તે ગામના તલાટી ને હુકમ કર્યો હતો. જે કે હુકમ બાદ પણ તમામ હાટ બજાર ચાલુ રહ્યા હતા. શનિવાર ના રોજ અંકલેશ્વર મામલતદાર ને હાટ બજાર શરૂ કરવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જે આવેદનપત્ર ને ધ્યાને લઇ અંકલેશ્વર નાયબ કલેક્ટર બી.એ જાડેજા દ્વારા હાટ બજાર ને પરવાનગી આપવા બાબત તાકીદ કરી હતી. કોસમડી ખાતે શનિવારી બજાર શરુ કરવા અંકિત પટેલ નામના હાટ બજાર સંચાલક એ અરજી કરી હતી. જે અનુસંધાને એસ.ડી.એમ દ્વારા મામલતદાર ને તાકીદ કરી હતી. જે બાદ ગુજરાત પંચાયત ધારો ના કાયદા અનુસાર અંકલેશ્વર મામલતદાર કરણ સિંહ રાજપૂત દ્વારા 12 ગામના તલાટી કમ મંત્રી ને હાટ બજાર ભરવા ની પરવાનગી આપવા જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. અને પંચાયત ને સત્તા ના રુહે જે તે હાટ બજાર સંચાલકોને પંચાયત માંથી શરતો અનુસાર પરવાનગી પંચાયત માંથી લેવા તાકીદ કરી હતી.