Satya Tv News

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા “ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી ઇન કલરન્ટ ટેકનોલોજી-૨૦૨૫” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું 5મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી કે. શ્રીવત્સન, ડિરેક્ટર, સુભાશ્રી પિગમેન્ટ્સે ઉદ્ઘાટન સત્રમાં સભાને સંબોધિત કરી હતી અને પ્રોવોસ્ટ ડૉ. શ્રીકાંત જે વાઘે સ્વાગત ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય વક્તાઓમાં ડૉ. આશિત વાશી, આર એન્ડ ડી મેનેજર કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સુરત, શ્રી કે.પી. કુલકર્ણી, સિનિયર ફેકલ્ટી ગરવારે ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ, શ્રી કશ્યપ દેસાઈ, આર એન્ડ ડી મેનેજર, હ્યુબેક કલર્સ, પ્રો. એસ.ટી. મ્હસ્કે, હેડ એન્ડ પોલિમર એન્ડ સરફેસ એન્જિનિયરિંગ, આઇસીટી મુંબઈ તેમજ સી કોટ પ્રાઇવેટ લિમિટેડ ઓસ્ટ્રેલિયાના બે નિષ્ણાતોના સત્રો સહિત સાત ટેકનિકલ વ્યાખ્યાન સત્રો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સહિત લગભગ ૫૦ સહભાગીઓએ હાજરી આપી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

error: