Satya Tv News

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી લાખો ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાથી ડીપાર્ટ કરાયેલ ભારતના 205 લોકોને ભારત પરત મોકલવામા આવ્યા છે, ત્યારે ગુજરાતના 37 લોકો પરત આવતા હોવાની યાદી સામે આવી છે. અમેરિકાથી ડિપાર્ટ થયેલા લોકોના પરિવાજનોની વ્યથા સામે આવી રહી છે. અમેરિકામાં જવા માટે ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચે છે. કેટલાક લોકોએ 50-70 લાખ પ્રતિ વ્યક્તિ અને પરિવારના 1.50 કરોડ રૂપિયા ચૂકવી પણ દીધા છે. હવે ડીપોર્ટના ડરના કારણે તેઓની હાલત કફોડી બની ગઈ છે, કારણ કે જો તેઓને ડીપોર્ટ કરવામાં આવે તો પરિવાર સાથે ઝેર પીવાની નોબત આવી શકે તેવી વાત તેઓએ કરી છે.

છ મહિના પહેલાં જ પરિવાર સાથે અમેરિકા જવા માટે 1.50 કરોડ રૂપિયા ચૂકવવાના છે. આ અંગે વાત કરતા પરિવારે જણાવ્યું હતું કે અમારે દેવું થઈ જતા અમેરિકા જવાનું નક્કી કર્યુ હતું. ત્યારે સમાજના જ નાના કરતાં મોટા શહેરોમાં અમેરિકાની પોલીસ દ્વારા કડક તપાસ આગેવાને 1.50 કરોડ ચૂકવવા માટેની બોલી સ્વીકારી હતી. જેથી રકમ એજન્ટને ચૂકવી દેવામાં આવી છે. અમારે ગયાને છ મહિનાનો સમય થયો છે હવે અમને પાછા મોકલી દેવામાં આવ્યા છે તો પહેલાનું અને અમેરિકા આવવા માટેનું દેવું ચૂકવાયું જ નથી. તેના કારણે અમારે તો ઝેર જ પીવાનો વારો આવે તેમ છે.

error: