આમોદ નજીક આવેલ માતર ટોલ પ્લાઝા થી એક્ઝિટ થતી ગાડીઓ નો દહેગામ સુધીનો ટોલ કપાયા ની લોકબુમ ઉઠતા ચકચાર મચી જવા પામી છે કૌભાંડ કે પછી ટેક્નિકલ ખામી? એ અંગે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે
આમોદ તાલુકાના માતર ગામના નજીક આવેલ માતર ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના પૈસા ડબલ કપાવાના મામલે ચકચાર મચી ગઈ છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાને લઈને રજુવાત કરવામાં આવી હતી, જેમાં મેસેજ 2 દિવસ પછી મળતા હતા અને સાથે જ દેહગામ ટોલ પ્લાઝા સુધી ટોલ ટેક્સની વસુલાત થઈ છે.ટોલ પ્લાઝાના કર્મચારીના જણાવ્યા અનુસાર, આ એક ટેક્નિકલ ખામી હોઈ શકે છે, અને બેંકો જવાબદાર હોવાનું જણાવ્યું છે. NHAIના ટોલ ફ્રી નંબર 1033 પર ફરિયાદ દાખલ કરી શકાય છે, જ્યાં ખોટી રીતે કપાયેલી રકમ પરત કરવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયામાં 20-30 દિવસનો સમય લાગી શકે છે.માત્રે, અસંતોષ અને લોક ચર્ચાઓમાં આ બાબત કૌભાંડ અથવા ટેક્નિકલ ખામી છે એ પ્રશ્ન ઊભો થયો છે