
રણવીર અલ્હાબાદિયા યૂ ટ્યુબર છે. તે ‘બીયરબાઇસેપ્સ’ના નામથી યૂ ટ્યુબ ચેનલ ચલાવે છે અને વિવિધ સેલિબ્રિટીઓ સાથે પોડકાસ્ટ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને નેશનલ ક્રિએટર એવરો્ડથી માર્ચ 2024માં સન્માનિત પણ કર્ય હતો. વર્ષ 2022માં તેને ફોર્બ્સ અંડર 30 એશિયાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. રણવીરે 22 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ યૂ ટ્યુબ ચેનલ ખોલી હતી. હવે તે સાત ચેનલોનું સંચાલન કરે છે, તેના એક કરોડ કરતા વધુ સબ્સક્રાઇબર છે.
સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે.આ શોના લેટેસ્ટ એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વા મખીજા અને આશીષ ચંચલાની પહોંચ્યા હતા. આ શોમાં રણવીરે એક કંટેસ્ટન્ટને અશ્લીલ સવાલ કર્યો હતો. રણવીરે પૂછ્યું, ‘શું તમે આખી જિંદગી રોજ પોતાના પેરેન્ટ્સને ઇન્ટીમેટ થતા જોવા માંગો છો કે પછી એક વખત તેમને જોઇન કરવા માંગો છો?’ રણવીર અલ્હાબાદિયાનું આ નિવેદન વિવાદમાં આવી ગયું હતું અને ચારે તરફ તેની ટીકા થઇ રહી છે. વિવાદ વધતા રણવીરે માફી પણ માંગી હતી. રણવીરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું કે કોમેડી તેનું જોનર નથી, તેને શોમાં કહ્યું કે કહેવું જોઇતું નહતું. તે પોતાની વાત પર માફી માંગે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.ફડણવીસે કહ્યું, “મને પણ આ વિશે માહિતી મળી છે પણ મેં હજુ સુધી તે જોઈ નથી. કેટલીક વાતો ખૂબ જ ખરાબ રીતે કહેવામાં અને રજૂ કરવામાં આવી છે. મને પણ આ વાતની ખબર પડી છે. જે કહેવામાં આવ્યું તે બિલકુલ ખોટું છે.આ યોગ્ય નથી. આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ તેનો ભંગ કરે છે, તો તે ખૂબ જ ખોટું છે. જો આવું કંઈ થશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.”