Satya Tv News

પ્રથમ ક્વોલિફાઈ રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7 માં ક્રમે આવી હતી અને ફાઈનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો;

રાજપીપળાના સામાન્ય રીક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી પ્રીતિ મહેશ વસાવાએ જીમ્નાસ્ટીકસમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી આદિવાસી સમાજ, નર્મદા જિલ્લો અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રીતિ વસાવા રાજપીપળા ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે તથા તેજસ દિલીપચંદ્ર પટેલ પાસેથી જીમ્નાસ્ટીકસની ટ્રેનિંગ મેળવી પોતાની કારકિર્દી બનાવી રહી છે.

ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે 38 મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા 28 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી.જેમાં અલગ અલગ 35 રમતો માટે દેશના તમામ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધી હતો, એ પૈકી ગુજરાત માંથી 30 થી વધુ સ્પર્ધકો હતો.જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ મહેશ વસાવાએ જીમ્નાસ્ટીકસની ટ્રેમ્પોલિન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.આ સ્પર્ધામાં 2 રાઉન્ડ રમાયા હતા, પ્રથમ ક્વોલિફાઈ રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7 માં ક્રમે આવી હતી અને ફાઈનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત ખાતે રમાયેલી સિનિયર નેશનલ જીમ્નાસ્ટીકસ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં જે બેસ્ટ 8 વિજેતાઓ હોય તે જ ઉત્તરાખંડ ખાતેની આ સ્પર્ધામાં ભાગ લઈ શકે.પ્રીતિ વસાવાએ આ સ્પર્ધામાં 7 મો ક્રમ મેળવી ઉત્તરાખંડ ખાતેની સ્પર્ધામાં ક્વોલિફાઈ થઈ હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: