
અમદાવાદમાં આજથી CBSC બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. CBSC બોર્ડની પરીક્ષા 10:30થી શરુ થશે. ગુજરાતમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં 8 હજાર સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના 30 મિનિટ પહેલા પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે. હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ પરીક્ષાખંડમાં લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવી છે. 18 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષામાં બેસવા માટે, વિદ્યાર્થીઓએ શાળા ID, પેન-પેન્સિલ અને પાણીની બોટલ સાથે CBSE એડમિટ કાર્ડ 2025 સાથે રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઇ જઇ શકશે નહીં, મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન હોય. પરીક્ષા ખંડમાં તમે વોલેટ, ગોગલ્સ, પર્સ કે હેન્ડબેગ લઈ જઈ શકશો નહીં. વિદ્યાર્થીઓ ચોકલેટ કે ટોફી સહિત કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં.બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા CCTV દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે. આ વર્ષે 8000 શાળાઓના 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપી રહ્યાં છે.