
બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનરજીએ પોતાના વિરૂદ્ધ પાયા વિહોણી ટિપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્યોની ટીકા કરી હતી અને કહ્યું કે તે આ રીતના દાવાની ફરિયાદ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરશે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું, ‘ભાજપના નેતા અને ધારાસભ્ય પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે કે મારા કાશ્મીરમાં આતંકવાદી અને બાંગ્લાદેશના આતંકવાદી તેમજ કટ્ટરપંથીઓ સાથે સંબંધ છે. જો ભાજપ આ વાત સાબિત કરી દે તો હું રાજીનામું આપી દઇશ.’મમતા બેનરજીએ કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરશે કે તેમની પાર્ટીના ધારાસભ્ય પુરાવા વગર તેમના પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. આતંકવાદના ખોટા આરોપો લાગવા કરતા મરી જવું સારૂ છે.’