Satya Tv News

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલીલા મેદાન પહોંચ્યા છે. રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહના નામ શામેલ છે.શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ગુરુવારે સવારે મીડિયાને કહ્યું, ‘આ એક મોટી જવાબદારી છે. મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું પીએમ મોદી અને પાર્ટી હાઇકમાન્ડનો આભાર માનું છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બનીશ. હું શીશમહેલમાં નહીં રહું.

દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું નામ ભાજપે શીશમહેલ રાખ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેને બનાવડાવ્યું હતું. ભાજપનો આરોપ છે કે કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરીને તેને બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. ભાજપે તેને ચૂંટણી મુદ્દો પણ બનાવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે ખાતરી આપી હતી કે તેમની સરકાર મહિલાઓને માસિક 2,500 રૂપિયાની સહાય આપવાનું પોતાનું વચન પૂર્ણ કરશે. રેખા ગુપ્તાએ તેમના નિવાસસ્થાનની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે માસિક સહાયનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં પાત્ર મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવશે.

error: