અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PSI એમ.જી. રાજપૂત વહેલી સવારે સ્વીફ્ટ કાર લઈને ઘરે જતા હતા, ત્યારે ભાંગવાડ નજીક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા છોડી 39 વર્ષીય પ્રીતિબેન કિરણ વસાવાને અથડાઈ હતી. ગંભીર ઈજાને કારણે પ્રીતિબેનને સરદાર પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને લોકો પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆતો કરી હતી મૃતકની પુત્રી કિરણબેન વસાવાએ PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
