Satya Tv News

અંદાડા ગામ ખાતે રાધે નગર માં પિતરાઈ ભાઈ પ્રવીણ પટેલ એ પોતાની દીકરી નું કોઈ કારણોસર ગળું ચપ્પુ ( કટર ) વડે કાપી નાખી લોહી લુહાણ હાલતમાંછોડી ફરાર થઈ ગયો હતો. જે બાદ તે ઘરે પહોંચીને પોતાની બાઈક લઇ કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જેને પરિવાર શોધી રહ્યો હતો દરમિયાન સુરતના કોસંબા- હથુરણ વચ્ચે વહેતી ઉકાઈ કેનાલ પાસે તેની બાઈક મળી આવી હતી. જે અંગે કોસંબા પોલીસ ને પણ જાણ થતા તેઓ પણ શોધખોળ શરુ કરી હતી. દરમિયાન ગત રોજ હાંસોટ ના કતપોર વઢવાણ પાસે ઉકાઈ જમણા કાંઠા કેનાલ માંથી પ્રવીણ પટેલ નો મૃતદેહ મળી આવ્યો હતો.

સમગ્ર મામલે હાંસોટ પોલીસ દ્વારા પણ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હવે બી ડિવિઝન પોલીસ બહેન પર જીવલેણ હુમલાના કેસમાં પોલીસ વિમાસણમાં મુકાઇ છે. એક તરફ બહેનના નિવેદન મુજબ પાકિટ લેવા આવેલા ભાઈ એ પાકીટ માટે મંદિર તેમજ રસોડા શોધ કરાવ્યા બાદ પુનઃ મંદિર માં જોવાનું કહી અચાનક પાછળથી આવી મોઢું દબાવી ગળે ચપ્પુ મારી દીધું હતું. ત્યારે પ્રવિણેે કરેલાં જીવલેણ હૂમલાનું કારણ હાલ અકબંધ રહ્યું છે.

error: