Satya Tv News

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું હતું. તે બાદ પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર તબીબે કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યા હતા.વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે પરેડમાં હાજર હતા આ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલના હાર્ટએટેકથી નિધન બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

error: