અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. સામાન્ય ગુણવત્તા વાળા લસણનો ભાવ 400 થી 1500 રૂપિયા, સારી ગુણવત્તા વાળાનો ભાવ 700 થી 1,050 રૂપિયા, નવા દેશી લસણનો ભાવ 11,130 રૂપિયા અને સુપર ક્વોલિટીનો ભાવ 1,100 થી 1,400 રૂપિયા સુધી પહોંચ્યો છે.