
અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીની લવ સ્ટોરી કોઈથી છુપાયેલી નથી. બંને વર્ષો પહેલા અલગ થઈ ચુક્યા છે અને હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમને સાથે જોવા, એ તેમના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. બંને તાજેતરમાં એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન, બંને સ્ટેજ પર આવ્યા અને તેમની ફિલ્મ ‘મૈં ખિલાડી તું અનાડી’ ના ગીત પર તેમના આઇકોનિક ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળ્યા. અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીને બંનેને 30 વર્ષ પછી સાથે જોઈને ત્યાં હાજર લોકો ઉત્સાહિત થઈ ગયા અને જોરથી બૂમો પાડવા લાગ્યા હતા.
આ ઇવેન્ટમાં અક્ષય કુમાર સફેદ સૂટમાં જોવા મળ્યો, તો શિલ્પા શેટ્ટી સફેદ પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને સ્ટેજ પર આવતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં તેમની ફિલ્મનું ગીત ‘ચુરા કે દિલ મેરા’ વાગવા લાગ્યું. કલાકારોએ વર્ષો પહેલાના આ પોપ્યુલર ગીત પર એ જ ડાન્સ સ્ટેપ્સ કર્યા. આ દરમિયાન, બંને વચ્ચેની કેમેસ્ટ્રી જબરદસ્ત જોવા મળી. આ વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ બંનેને ફરીથી સાથે કામ કરવાની સલાહ આપી રહ્યા છે.