Satya Tv News

ભરૂચના દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબू મેળવવામાં સફળતા મળી હતી.

ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દહેજમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે. અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

error: