
નર્મદા જિલ્લા DGVCL વિભાગ દ્વારા વીજ ચોરી અને કલેક્શન ને લઈને ખૂબ ગંભીરતાથી કામગીરી કરવામાં આવે છે. એક્ઝિક્યુટિવ ઇજનેર બી.બી.પટેલ ની આગેવાની માં અગાઉ વીજ ચોરી પકડી હતી.જ્યારે હાલ જે ગ્રાહકોના લાંબા બિલ બાકી હોય અને ભરતા ના હોય જેમના ઘરે બિલ લેવા વીજ કર્મીઓ આવતા અને જો ના ભરી શકે તો વીજ કનેક્શન પણ કાપી નાખી કે મીટર કાઢી લઈ જવાની કડક કાર્યવાહી કરી વીજ કંપનીના ઇજનેરોએ ફરી એક વાર સપાટો બોલાવ્યો છે.
આ બાબતે ડે.ઇજનેર ચિંતન પટેલે જણાવ્યું હતું કે હાલ વીજ બિલો બાકી હોય એવા ગ્રાહકો ના ઘરે જઈને દંડ સાથે બિલ ની રિકવરી કરી છે, જેમાં અંદાજિત 20 લાખ રૂપિયા જેવી રકમ બાકી બિલના નાણાં રૂપે રિકવર કરી છે. અને લાંબા બીલો છતાં બિલ ભરપાઈ ના કરી શકે એવા 48 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો ને વિનતી કે આપના વપરાશ પ્રમાણે વીજ બિલ આવતું હોય છે, જેથી નિયમિત ભરવાનું રાખો સાથે વીજ ચોરી કરવાનું પણ ટાળો નહીતો તકલીફ તમને જ પડશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા