Satya Tv News

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની જનતાને મોટા આશ્વાસન આપ્યા છે. તેમણે 5% વોટ વધારવાની માંગ કરી છે. તો બીજી તરફ, પોતાના જ પક્ષના શકુનીઓને હાંકી કાઢવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે તો 30થી 40 લોકોને કાઢી મુકીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. ૩૦ વર્ષ થઈ ગયા, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા 2017, 2022, 2027 ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપણે નહી જીતી શકાશે. આપણે ગુજરાત જનતા પાસે સત્તા માંગવાની જરૂર નથી. જ્યારે આપણે જવાબદારી સ્વીકારું છે એટલે જનતા તમને મદદ કરશે.

પોતાના જ પક્ષના નેતાઓ માટે રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત કાંગ્રેસના નેતાઓમાં બે પ્રકારના નેતા છે. એક નેતા જનતા સાથે ઊભા છે, જનતા માટે લડે છે, જનતાની ઈજ્જત કરે છે, જેના દિલમાં કોંગ્રેસ છે. બીજા નેતા એ છે કે જે જનતાની ઈજ્જત નથી કરતા, તેમને મળતા નથી તેમનાથી દુર છે. તેમાથી કેટલાક ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એમને ક્લીયરલી અલગ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતની જનતા વેપારી પ્રજા વિપક્ષ ઇચ્છે છે, બી ટીમ નહી. મારી જવાબદારી છે કે આ લોકોને જુદા કરવા. ગુજરાત કોંગ્રેસે પાસે બ્લોક જિલ્લા કે પ્રદેશ સ્તરે નેતાઓની ઉણપ નથી. ગુજરાતની જનતા જોઇ રહી છે કે કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા. આવા લોકોને અલગ તારવવાની મારી જવાબદારી છે ત્યારે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું.

error: