
હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,150 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ ગોલ્ડ 79,800 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 99,200 રૂપિયાના સ્તરે છે.
મની કંટ્રોલ હિન્દીના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો રોકાણકારોની સતર્કતા, અને વૈશ્વિક આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર છે. ખાસ કરીને અમેરિકાની ટેક્સ નીતિઓમાં સંભવિત ફેરફાર અને મહત્વપૂર્ણ આર્થિક આંકડા, જેમ કે રોજગાર દર અને બેરોજગારી દર, બજારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આ કારણે રોકાણકારોની ધારણ નબળી થઈ રહી છે. જેનાથી સોનાની માંગ ઘટી રહી છે અને કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.