
નર્મદા: એસ.ઓ.જી.ની ટીમ જિલ્લામાં ટીમ બનાવી તપાસમાં હતી તે દરમિયાન બાતમી મળતા બાતમી વાળા સ્થળે રેડ કરતા નવા રાજુવાડિયા, શ્રી પ્રતાપ વિદ્યાલય ની સામે આવેલ તળાવની બાજુમાં આવેલ પડાવ તા.નાંદોદ જી.નર્મદા ખાતે ઝૂપડા માંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જી.એ આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી તાપસ હાથ ધરી હતી.ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણને અટકાવવા જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી.શાખાના પી.આઈ. શ્રી વાય.એસ. શિરસાઠ તથા પીએસઆઇ શ્રી એચ.કે.પટેલ તેમજ એસ.ઓ.જી.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં સતત તપાસ કરવામાં આવી રહી છે. એસ.ઓ.જી.ટીમની તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી સુરેશ દુરસિંગ પાવરા હાલ રહે. નવા રાજુવાડિયા, શ્રી પ્રતાપ વિદ્યાલયની સામે આવેલ તળાવની બાજુમાં આવેલ પડાવ તા.નાંદોદ, જી.નર્મદા મૂળ રહે.બોરખેડા તા. શિરપુર , જી. પુણે મહારાષ્ટ્ર, પોતાના રહેણાંક ઝૂપડામાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય સુકો ગાંજો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમી મળતા SOG પીએસઆઇએ પોલીસ સ્ટાફ સાથે નવા રાજુવાડિયા. શ્રી પ્રતાપ વિદ્યાલય ની સામે આવેલ તળાવની બાજુમાં આવેલ પડાવ તા.નાંદોદ જી.નર્મદા ખાતે ઝૂપડા માં રેઇડ કરી હતી. જે દરમિયાન પોલીસે ૩.૪૬૦ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કુલ કિ. રૂ. ૩૪,૬૦૦/- તથા એક રિયલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કિ .રૂ.૨૦૦૦/-, તથા ઇલેક્ટ્રિક વજન કાંટો કી.રૂ.૫૦૦/- કુલ કિ.રૂ.૩૭,૧૦૦/- થાય છે. તમામ મુદ્દામાલ સાથે આરોપી સુરેશ દુરસિંગ પાવરાને ઝડપી પાડી આમલેથા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.