Satya Tv News

જમીન ખાલી કરાવવા કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી;*ડેડિયાપાડા ની સરકારી વિનયન કોલેજની ૨૦ ગુંઠા જમીન પચાવી પાડનાર ડેડિયાપાડા ની બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ શખ્સો વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.બનાવની વિગત એવી છે કે આરોપીઓ (૧) મનુબેન મીરાભાઈ વસાવા (૨) તારાબેન મનસુખભાઈ વસાવા (૩) અશોકભાઈ મનસુખભાઈ વસાવા ત્રણેય રહે. ટેકરા ફળીયું. ડેડિયાપાડા, તા.ડેડિયાપાડા, જી.નર્મદા એ સરકારી વિનિયન કોલેજ ડેડિયાપાડા સર્વે નં.પર (નવો સર્વે નંબર ૧૬૭) ક્ષેત્રફળ હે.૧-૫૦-૭૦ વાળી જમીનમાં તથા દક્ષિણ દિશામાં સર્વે નં.૫૧ (નવો ૧૬૮) ક્ષેત્રફળ ૦-૫૦-૯૯ હે.આરે.ચો.મી.જમીનમાં २० ગુંઠા જેટલી જમીન તા.૨૭/૦૩/૨૦૨૩ થી આજ દિન સુધી આ જમીનમાં કબ્જો કરી દબાણ કરેલ હતો. જે જમીન પરત સોંપવા માટે ફરિયાદી અનિલાબેન ઝીંકુભાઈ પટેલ નોકરી આચાર્ય દ્વારા અવાર નવાર જણાવવા છતાં જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપી આજ દિન સુધી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કબજો કરેલો છે. જમીન પરત નહીં આપી સરકારી વિનિયન કોલેજ, ડેડિયાપાડા જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબ્જો જમાવી ગુનો કર્યા તે બાબતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

.*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: