Satya Tv News

ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું છે. આ ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે.અંકલેશ્વર શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૌટા નાકા અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. લોકોએ આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી.આઈસીસી વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. હોળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકોએ વિજય ઉત્સવની ઉજવણી કરી હતી.

error: