Satya Tv News

આજે સોમવાર 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 80,300 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 99,000 રૂપિયાના સ્તરે છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 80,540 રૂપિયા હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,390 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 10 માર્ચ, 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાના ભાવ અહીં જાણો.

error: