
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ પટ્ટણી નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. 3 મહિનાથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. અગાઉ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેઓનું હર્દય ધબકારા ચુકી જતા મોત થયું છે.ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. હોર્ટ એટક શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. હવે નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ઢળી જાય છે, જેનું કારણ તપાસીએ ત્યારે માલૂમ પડે છે કે, હૃદયરોગના અચાનક હુમલાથી આ મૃત્યુ થયું છે.