ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગના નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ડેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારથી શોભતા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે. જેમનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ગારદા ગામ ડેડીયાપાડા તાલુકા મથક થી અંદાજે ૧૫ કિ.મી. દૂર આવેલું છે.



ગારદા ની આજુબાજુ ઘણુ ગાઢ અને વિશાળ જંગલ આવેલું છે ત્યારે આપણા જીવનના અનેક રંગો છે અવનવા રંગોનો કુલો સંદેશ આપે છે. એવો જ એક કુલોમાં કેસુડો છે.નર્મદા ડિવિઝન વન વિભાગ રાજપીપળા, સૌરાપાડા રેન્જ ના ગારદા ગામે વિશાળ જંગલમાં કેસુડાના ફુલો સૌંદર્ય પાથરી રહ્યા છે. કેસુડો બધા જ ફુલોમાં અલગ તરી આવતો કેસુડાના રૂપ, રંગસુગંધ, ચુરણ પણ ખુબ જ ઉપયોગી છે. બહુ ગુણકારી આ કેસરીયો કેસુડો ફાગણની હોળી ધુળેટીના પર્વની વિશેષ મહત્વ છે.ફાગણના લાલચટક કેસરી કેસુડાના ફુલ ડેડીયાપાડાના ગારદા ના જંગલ, વન વગડામાં ખીલી ઊઠેલા જોવા મળી રહ્યા છે. આમતો કેસુડો વસંત ઋતુનો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. કેસુડાના ફુલની સૌંદર્યની દ્રષ્ટિએ, અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્ત્વ છે કેસુડાના રંગોની હોળી લોકપ્રિય ગણાય છે, હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે. કેસુડાના ઉકાળેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટતા હોવાનું આયુર્વેદિક પણ કહે છે. જ્યારે કેસુડા નર્મદાના જંગલમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે ત્યારે કેસુડા રંગનું ઘરેણું બની જાય છે. કે સૂર્ય વસંતઋતુનું પ્રતીક ગણાય છે હોળી નજીક આવે ત્યારે કેસુડાના લોકપ્રિય પ્રચલિત બની જાય છે. વસંત ૠતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કેસુડા ! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં “કિંશુક” તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે.કેસુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છત્તા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતા ની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલર ના ફૂલો આપણા મન ને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેસુડાના સૌંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા