

બેઠકમાં “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મંજૂર થયેલ, સંપૂર્ણ કામગીરી સાથે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓ અને સ્વચ્છતા મિશન અંગેની ચર્ચા કરાઈ*નર્મદા જિલ્લા કલેકટરશ્રીની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વરછતા મિશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ મિશનના અધ્યક્ષશ્રી જિલ્લા કલેક્ટરશ્રી અને ઉપાધ્યક્ષશ્રી જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મંજૂર થયેલ, સંપૂર્ણ સામગીરી સાથે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓ તેમજ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓમાં પીવાના પાણીની હાલની સ્થિતિ, જિલ્લા જાહેર આરોગ્ય બાંધકામ GWSSB દ્વારા કરવામાં આવતી કામગીરી, નર્મદા જિલ્લામાં Grievance, Redressa 1916 ની વિગત, (WASMO GWSSB), SBM યોજના, ભારત સરકારના નલ જલ મિત્ર કાર્યક્રમ, તિકલવાડા અને આમલેથા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ ન હોય, યોજનાના અમલીકરણ માટે પાણી સમિતિની રચના, નવી સુચિત ગ્રામ્ય પેયજળ યોજનાઓની વહીવટી મંજુરી અંગે, મંજુર થયેલ યોજનાઓમાં જરૂરિયાત મુજબના ફેરફારને કારણે રીવાઈઝસ મંજુરી આપવા, અને જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના મરામત અને નિભાવણી પ્લાન અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા જળ અને સ્વરછતા મિશનની સમીક્ષા બેઠક દરમિયાન વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વિનોદ પટેલે પી.પી.ટી ના માધ્યમ થકી “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. નર્મદા જિલ્લાની ગ્રામ્ય પુરવઠા યોજનાઓના functionality, assessment અને નિભાવણી, પાણી વેરાની વસુલાતમાં વધારો થાય તે માટે UNICEF, ગાંધીનગર દ્વારા જિલ્લામાં ૧૦ ગામોમાં પાઈલોટ પ્રોજેકટ તકીકેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેની UNICEF ના પ્રતિનિધિ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી થઈ રહેલી કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી. જિલ્લા કલેકટરશ્રીએ “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમની ઝીણવટપુર્વક માહિતી મેળવીને જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય કક્ષાએથી સતત મોનીટરીંગ થાય, સાથે ગ્રામીણ લોકોને તાલીમ આપી મોટીવેટ કરવુ જરૂરી છે. સરકારશ્રી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત લોકહિતને પ્રાધાન્ય આપી ઘર-આંગણે નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા જરૂરી સલાહ સૂચનો આપ્યા હતાં. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, બોરીંગ કરીને જમીનમાંથી પાણી ઓછું કાઢી મહત્તમ સરફેઝ વોટરના ઉપયોગ પર ભાર મૂક્યો હતો અને ધરતી માતાના પેટાળમાં ગંદુ પાણી ન છોડવા પણ હાકલ કરી હતી અને લોકોને પાણીનું મૂલ્ય સમજાવી કરકસર પૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ પણ નર્મદા જિલ્લાની આંગણવાડી, સબ સેન્ટર, શાળાઓમાં અને ગ્રામ પંચાયત ખાતે નિયમિતપણે પાણીની સુવિધામાઓ મળી રહે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર અન્ય સભ્યશ્રીઓ, સ્વૈચ્છીક સંસ્થાના સભ્યશ્રી, આમંત્રિત સરપંચ સભ્યશ્રીઓ, નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોના અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સર્જન વસાવા, ડેડિયાપાડા