સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલાને ભૂવા પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. વિગતો મુજબ ભરત કુંજડીયા નામના ભુવાએ પરિણીતાને ભાગ્યોદય વિધિના નામે ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ પરિણીત મહિલાએ આ વાત પોતાના પતિને કરતાં આ હવસખોર ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો. આ તરફ સામે આવ્યું છે કે, ભૂવાએ પોતાના જ સંબંધીની પત્ની સાથે દુષ્કર્મ આચર્યુ છે. સમગ્ર મામલે ભરત કુંજડીયા નામના આ ભુવા સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ભુવાને પકડી પાડ્યો છે. જોકે ભુવાની કરતૂતથી રોષે ભરાયેલા ટોળાએ ભુવાનું મુંડન કર્યુ હતું અને તેના મોઢામાં ચપ્પલ મૂકીને તેને પાઠ ભણાવ્યો હતો.