
અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી જી.એલ.એસ.યુનિવર્સિટીના કેમ્પસની SMPIC કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એકાઉન્ટનો પ્રોફેસર ભાવિક ચાર મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને ફોટો અને વીડિયોની માંગણી કરતો હતો અને પોતાની સાથે હિડન પ્લેસ પર આવવા માટે કહેતો હતો. જોકે વિદ્યાર્થિનીએ તમામ મેસેજ ઇગ્નોર કર્યા હતા.
પ્રોફેસર જ્યારે જ્યારે મેસેજ કરતો અને વિદ્યાર્થિની મેસેજ વાંચી લીધા બાદ કોઈ પુરાવા ન રહે તે માટે પ્રોફેસર તુરંત જ મેસેજ ડિલીટ કરી દેતો હતો. જો કે વિદ્યાર્થિનીએ તમામ મેસેજનું સ્ક્રીન રેકોર્ડિંગ અને સ્ક્રિન શોટ્સ લીધા હતા. જેથી પ્રોફેસર જે મેસેજ કરતો અને તે ડિલીટ કરતો તે સમય પણ આ રેકોર્ડિગમાં જોવા મળતા હતા. અને મેસેજ કર્યા બાદ તે મેસેજ ડિલીટ કરતો હતો તે પણ દેખાતું હતું. વિદ્યાર્થીનીએ તમામ પુરાવા સાથે કોલેજ પ્રશાસનને આ મામલે ફરિયાદ કરી હતી જોકે શરૂઆતમાં કોલેજ દ્વારા કોઈ સહકાર આપવામાં આવતો ન હતો.પરંતુ ગઈકાલે કોલેજે પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે.