
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ પંચાયતમાં વારસાઈ કરાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખવડાવી કામ કરવા તલાટી કમ મંત્રી દ્વારા આઠ હજારની માંગ કરાઇ હતી. જેની જાણ ફરિયાદીએ ભરૂચ લાંચ રૂશ્વત કચેરીને કરતા આજ રોજ લાંચના છટકામાં તલાટી સહિત બે લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વાત કરવામાં આવે તો આ કામના ફરીયાદી તેમની વારસાઈનાની કામગીરી અર્થે શુક્લતિર્થ ગ્રામ પંચાયત ખાતે આવી આ કામના તલાટી ઉમેશ નટવરભાઈ પટેલને મળ્યા હતા અને વારસાઈ બાબતેના જરૂરી કાગળો જમા કરાવ્યા હતા. તેમ છતા તલાટી ઉમેશ પટેલે ફરિયાદીના વારસાઈનુ કામ નહી કરીને છેલ્લા દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા,જેથી ફરિયાદીએ તલાટી કમ મંત્રી ઉમેશ પટેલને મળેલા અને વારસાઇનુ કામ કરી આપવા જણાવેલ જેથી તેઓએ વારસાઈના કામના રૂ.૮,૦૦૦ થશે,તમે પંચાયતમાં વીસીઈ તરીકે કામ કરતા રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમારને મળવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ વીસીઈનું કામ કરતા કેનિલ સાથે વારસાઈને કામ લગત વાતચીત કરી હતી.પરતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, ફરિયાદીએ ભરૂચ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જેથી આજ રોજ એસીબી પીઆઈ એમ.જે.શિંદેએ અને તેમની ટીમે મળીને લાંચના છટકાનું આયોજન કર્યું હતું.જેમાં તલાટી ઉમેશ પટેલની લાંચની માંગણીના આધારે તેમના વતી કેનિલે પંચની રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી ખાનગી વ્યક્તિ ચિરાગ મયુકાંતભાઈ ત્રીવેદીને આપવાનું કહેતાં તે લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો.ટીમે ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી,સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.જેની વધુ તપાસ એસીબી ભરૂચ ચલાવી રહી છે.