અમદાવાદના થલતેજ મેટ્રો બ્રિજ નીચે 24 વર્ષનો યુવાન ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે યુવાન અને રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં ટ્રકે યુવાનને કચડી નાખ્યો હતો. જ્યારે રિક્ષા પણ પલટી ખાઈ ગઈ હતી અને તેને પણ નુકસાન થયું છે. આ ગોઝારો અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ આ ચાલકની તપાસ કરી રહી છે. આ સાથે મૃતક ગૌતમભાઈ ચૌહાણનુંના પોસ્ટમોર્ટમની કામગીરી ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ જ પરિવારને મૃતદેહ સોંપી શકશે. આ હિટ એન્ડ રનમાં ટ્રાફિક એસજી 1 પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.