
વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ બાદ છત્રપતિ શિવાજી મહારાજ પણ ચર્ચામાં આવ્યા છે. મહારામાં શિવાજી મહારાજના મુદ્દે શિવાજી મહારાજ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને મહાયુતિના જ બે મંત્રીઓ સામસામે આવી ગયા છે. મંત્રી નિતેશ નારાયણ રાણેએ છત્રપતિ શિવાજી પર કરેલી ટિપ્પણથી અજીત પવાર નારાજ થયા છે. સમગ્ર મામલો એવો છે કે, નિતેશ રાણેએ દોવા કર્યો છે કે, ‘છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક ન હતો.’આ ટિપ્પણી અંગે અજીત પવારે નારાજ થઈ નિતેશ રાણેની ટીકા કરીને કહ્યું હતું કે, ‘આ પ્રકારની ટિપ્પણી સહન ન થઈ શકે.’ હવે પ્રશ્નએ થાય કે, શું ખરેખર છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક ન હતો? શું નિતેશ રાણેએ મુસ્લિમ સૈનિકો પર કરેલો દાવો સાચો છે? કે પછી તેઓ ઈતિહાસ જાણ્યા વિના જ બોલે છે? અજીત પવારે જે કહ્યું, એમાં કેટલો દમ છે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા અમે રિસર્ચ કર્યું અને અમે આ મુદ્દે માહિતી મેળવી. જે જાણીને નિતેશ રાણેને પણ ઝટકો લાગશે.
શિવાજી મહારાજની સેનામાં મુસ્લિમ સૈનિક પણ હતા. શિવાજી મહારાજે પોતાના શાસનકાળ દરમિયાન તમામ ધર્મોનું સન્માન કર્યું અને પોતાની સેનામાં યોગ્ય લોકોને સ્થાન આપ્યું હતું, ભલે પછી તે કોઇ પણ ધર્મના હોય. તેના શાસન અને સૈન્ય સંરચનામાં ઘણાબધા મુસ્લિમ સુબેદારો અને સૈનિકો મહત્વપુર્ણ ભૂમિકા નિભાવતા હતા.
શિવાજી મહારાજની સેનામાં મુખ્ય મુસ્લિમ યોદ્ધાઓ
સિદ્દી ઈબ્રાહિમ: શિવાજી મહારાજના તોપખાનાનો પ્રમુખ હતો, જેને ઘણાબધા યુદ્ધોમાં મહત્વપુર્ણ ભૂમિકાઓ નિભાવી હતી.
દૌલત ખાન: એક વીર સેનાની, જેણે શિવાજી મહારાજની તરફથી ઘણા બધા અભિયાનોમાં ભાગ લીધો હતો.
સિકંદર: એક ભરોસાપાત્ર અધિકારી, જેણે શિવાજી મહારાજે કિલ્લાની રક્ષા માટેની તમામ જવાબદારી આપી હતી.
મુસ્લિમ માવલે: માવલે શિવાજીની ગોરીલા સેનાનો મહત્વપૂર્ણ ભાગ હતો. જેમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકો સામેલ હતા.
ધાર્મિક સહિષ્ણુતા: છત્રપતિ શિવાજી મહારાજ કોઈ પણ ધર્મના વિરોધી ન હતા, તેઓએ મુઘલોના અત્યાચારો સામે સંઘર્ષ કર્યો હતો.મસ્જિદ અને દરગાહની રક્ષા: એમની સેના જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં જાતી ત્યારે તે કોઈપણ મસ્જિદ-દરગાહને નુકસાન કરતી નહીં.