Satya Tv News

હોળીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે ગુરુવાર 13 માર્ચના રોજ સોનાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. આજે દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ ગોલ્ડ રેટનો ભાવ 87900 રૂપિયા છે. પ્રતિ 10 ગ્રામ જે 600 રૂપિયાનો વધારો દર્શાવે છે. તો બીજી તરફ 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 80700 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો હતો અને ચાંદી 97900 રૂપિયાથી વધીને આજે 100100 રૂપિયા થઈ ગઈ છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 529 રૂપિયા ઉછળીને 86,672 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 86,143 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 150 રૂપિયા સસ્તી થઈ છે અને 97,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી છે. જે કાલે 98,100 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: