
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ સ્થળોએ પાંચ લોકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.જેમાં સાંજના બે બાળકો નંદેલાવ ગામમાં આવેલા તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે.
જેમાંથી એક બાળકનો મૃતદેહા લાશ્કરોએ શોધી કાઢ્યો છે.જ્યારે બીજો બાળક હજીય લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાહવા જતાં હોય છે તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે.ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ છે.જેમાં ભરૂચ જિલ્લામાં સમની,દયાદરા, કડોદ, મકતમપુર અને નંદેલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં બે બાળકો ડૂબી જવાની ઘટનાનો પાંચ કોલ પાલિકા ઓફિસે મળ્યા હતા.જેમાં નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો બે મિલન નગરમાં રહેતા એક સાત વર્ષીય અને બીજો 11 વર્ષીય બાળક કોઈ કારણોસર સાંજના નંદેલાવ ગામનાં તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી.જેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવ માં બાળકોની શોધખોળ આરંભી હતી જેમાંથી એક સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પરતું અંધારું થઈ ગયું હોય બીજા બાળકોને શોધવામાં મુશ્કેલ પડતી રેસ્ક્યુની કામગીરી બંધ રખાઈ હતી.ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા તેઓએ પણ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.જોકે નંદેલાવમાં એક બાળક,એક મકતમપુરમાં અને કડોદ મળીને ત્રણ લોકોને શોધવાની કામગીરી બાકી છે.